દિલ્હી-

ભારતીય રેલવે અનેક જૂના કાયદામાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રો મુજબ રેલવેએ કેબિનેટની પાસે જે પ્રસ્તાવ મોકલ્યો છે તેમાં ઇન્ડિયન રેલવેઝ એક્ટ 1989ના બે કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ સામેલ છે. પ્રસ્તાવ મુજબ IPCના સેક્શન 144 (2)માં સશોધન કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેન કે સ્ટેશનમાં બીડી સિગરેટ પીનારાને પણ જેલ નહીં મોકલી શકાય. તેમની પાસેથી માત્ર દંડ વસૂલી શકાશે.

આ ઉપરાંત ઇન્ડિયન રેલવેઝ એક્ટના સેક્શન ૧૬૭ને પણ સંશોધિત કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે અને જાે આ સંશોધન સ્વીકારી લેવામાં આવે છે તો તેનાથી ટ્રેન, રેલવે પ્લેટફોર્મ કે સ્ટેશન પરિસરમાં સ્મોકિંગ કરનારા લોકોને જેલની સજા નથી કરી શકાય. તેમની પાસેથી માત્ર દંડ વસૂલી શકાશે. સૂત્રો મુજબ, કેન્દ્ર સરકાર અનેક આવા કાયદાને બદલવા કે ખતમ કરવાનો વિચાર કરી રહી છે જે ઉપયોગી નથી રહ્યા. એટલે કે જે કાયદાઓથી સિસ્ટમમાં કોમ્પ્લીકેશન આવી રહ્યા છે તેને સંશોધિત કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આવી જ રીતે અલગ-અલગ મંત્રાલયો અને વિભાગોથી આવા બિનજરૂરી કાયદાઓની યાદી મંગાવવામાં આવી રહી છે. 

ભારતીય રેલવેના 167 વર્ષના ઈતિહાસમાં આવું કદાચ પહેલીવાર થયું હશે જ્યારે તેણે ટિકિટ બુકિંગથી થયેલી આવકથી વધુ મુસાફરોને પરત કર્યું છે.