વડોદરા-

વડોદરા ના પ્રતાપનગર ની શાખામાં એક મહિલાએ લોકર માં મુકેલ રૂપિયા ઉઘઇ એ કાતરી નાખતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે પોતાના રૂપિયા ની આ હાલત જોઈ મહિલા ચોંકી ઉઠી હતી અને બેન્ક માં ભારે હોબાળો મચાવ્યો હતો. આજકાલ ચોરી અને લૂંટ ની ઘટનાઓ વધતા ઘરમાં દાગીના કે રૂપિયા રાખવા સુરક્ષિત નહિ જણાતાં લોકો પોતાની અમાનત બેંકના લોકર માં મુકતા હોય છે ત્યારે વડોદરાની એક મહિલાએ 2.20 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે તેમ માનીને બેંક ઓફ બરોડાના લોકરમાં મુક્યા હતા પણ એ રૂપિયા ઉધઈ ખાઈ જતા હવે આ અંગે બેન્ક મનેજમેન્ટ ને ફરિયાદ કરવામાં આવી છે. 

મહિલાએ લોકરમાં 5, 10, 100 અને 500ના દરની ચલણી નોટો મુકી હોવાની વિગતો જાણવા મળી છે. મહિલાએ હવે બેંક મેનેજરને ફરિયાદ કરીને પોતાને વળતર આપવાની માગણી કરી છે. આ ઘટના બાદ બેંક ઓફ બરોડાના લોકરની સુરક્ષા વ્યવસ્થા ઉપર અનેક સવાલ ઉભા થયા છે અને અન્ય લોકર ધારકો માં પણ ફફડાટ ફેલાયો છે