ગાંધીનગર-

કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉન પછી વિદેશોમાંથી આવતી ફ્લાઈટોની સંખ્યા વધી છે. તેના કારણે ઈન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઈન વ્યવસ્થામાં ભારણ વધ્યુ છે આથી ગુજરાત સરકારે વિદેશોમાંથી આવતા ગુજરાતીઓ હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં જઈ શકે તેની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. 

નવરાત્રી પર્વ અને દિવાળી , નાતાલ પર્વ આવી રહ્યા છે અને કોરોના નું સંક્રમણ પણ ચાલુ હોય ગુજરાત સરકારે વિદેશોમાંથી આવતા ગુજરાતીઓ હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં જઈ શકે તેની નવી ગાઈડલાઈન જાહેર કરતા હવે જો તમારું સંબંધી ઈન્ડિયા આવવા નું હશે તો સરકાર ની આ ગાઈડલાઈન નો અમલ કરવો પડશે. અત્યાર સુધી વિદેશથી આવતા ગુજરાતીઓને સરકારી વ્યવસ્થા અથવા તો હોટલોમાં ૭ દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવતા હતા. 

હવેથી ગર્ભાવસ્થા, પરીવારમાં મત્યુ, માનસિક તકલીફ, ગંભીર બિમારી ધરાવતા અને ૧૦ વર્ષથી નાના બાળકો સાથે આવતા પ્રવાસીઓએ બોર્ડિંગના ૭૨ કલાક પહેલા મુક્તિ મેળવી હશે તો તેમને સીધા જ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન હેઠળ જવા દેવામાં આવશે. તેવી જ રીતે પ્રવાસ પૂર્વના ૯૬ કલાકમાં RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવતા ગુજરાતીઓને પણ ૧૪ દિવસનું હોમ ક્વોરન્ટાઈન મળશે. આ બેઉ સ્થિતિ સિવાય જેમને ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈનની પરવાનગી મળી ન હોય તેવા પેસેન્જરનું એરપોર્ટ ઉપર જ મેડિકલ ચેક-અપ થશે.

કોરોના લક્ષણો ન ધરાવતા હોય તેવા મુસાફરોને ૧૪ દિવસના હોમ ક્વોરન્ટાઈન માટે જવા દેવામાં આવશે. જો કે, જેમનામાં લક્ષણો જણાય તેમને તત્કાળ રેપિડ એન્ટિજન ટેસ્ટ થશે. જે પોઝિટીવ આવશે તો કોવિડ હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશન કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો તો શંકાસ્પદ લક્ષણો ધરાવતા પેસેન્જરનો RT-PCRનો ટેસ્ટ થશે. તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશન કરવામાં આવશે.આમ કોરોના મામલે વિદેશ થી આવતા લોકો ઉપર તંત્ર નજર રાખી રહ્યું છે કારણ કે સંક્રમણ ઘટવાને બદલે વધે નહિ તેવા સરકાર દ્વારા પ્રયાસ કરાય રહ્યા છે.