દિલ્હી-

રેલવે સ્ટેશનો પર માસ્ક ન પહેરવું હવે ભારે પડી શકે છે, કારણ કે કોરોના વાયરસના વધતા કેસને જોતાં ભારતીય રેલવે એ સખ્તાઈ વધારી દીધી છે. કોઈ પણ મુસાફર માસ્ક વગર પકડાય છે તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે . જોકે આ રકમ રાજય સરકારના ફંડમાં જઈ રહી છે અને દંડ ફટકારવાનું કામ GRP કરી રહી છે. GRP એટલે ગર્વમેન્ટજ રેલવે પોલીસ રાજયની પોલીસ હોય છે પરંતુ તેની રેલવે સ્ટેશનો પર તૈનાતી હોય છે. 

દેશભરમાં રેલવે ૨૩૦ ટ્રેનો દોડાવી રહી છે - રેલવે હાલ દેશભરમાં ૨૩૦ ટ્રેનોનું સંચાલન કરી રહી છે અને ૧૨ સપ્ટેમ્બરથી વધુ ૮૦ સ્પેશલ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. એવામાં મુસાફરોની સાથે જ રેલકર્મીઓને પણ વારંવાર કોવિડ-૧૯ ને લઈ સાવધાની રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોનાના વિસ્ફોટ બાદ પણ મોટી સંખ્યામાં લોકો બેદરકારી રાખી રહ્યા છે. આવા જ લોકો માટે નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે.

જોકે લોકો માસ્ક ન પહેરવા માટેના અનેક બહાના પણ જણાવે છે, પરંતુ આવી બેદરકારી પર કોઈને પણ છોડવામાં નથી આવતા. તેથી જો તમે પણ ટ્રેનની મુસાફરી યોજના બનાવી રહ્યા છો તો ધ્યાન રહે કે કોરોનાને લઈ ઘડવામાં આવેલા નિયમોનું ગંભીરતાથી પાલન કરો. 

આ રૂટ પર દોડાવાશે ૮૦ સ્પેશલ ટ્રેનો- ભારતીય રેલવે ૧૨ સપ્ટેમ્બરથી ૮૦ નવી સ્પેશલ ટ્રેનો શરૂ કરવા જઇ રહી છે. આ નવી ટ્રેનો માટે મુસાફરો ૧૦ સપ્ટેમ્બરથી રિઝર્વેશન કરાવી શકશે. કોટાથી દેહરાદૂન માટે નંદા દેવી એકસપ્રેસ ટ્રેન રોજ દોડાવવામાં આવશે.