મોન્ટે કાર્લો,

મંગળવારે બીજા ક્રમાંકિત ડેનિલ મેદવેદેવ સકારાત્મક કોવિડ-૧૯ પરીક્ષણ બાદ મોન્ટે કાર્લો માસ્ટર્સથી પીછેહઠ કરી. એટીપીએ કહ્યું કે મેદવેદેવને ક્વોરેન્ટાઇન મૂકવામાં આવ્યા છે. ટુર્નામેન્ટના ડોક્ટર અને એટીપી મેડિકલ ટીમે તેમની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. મેદવેદેવે કહ્યું મોન્ટે કાર્લોમાં ન રમવું એ મોટી નિરાશા છે. હવે મારું ધ્યાન ઝડપથી સ્વસ્થ થવા પર રહેશે છે અને હું ટૂર પર જલ્દીથી અને શક્ય તેટલી સલામત બહાર આવવાની રાહ જોઉ છું."

ક્લે-કોર્ટ ટૂર્નામેન્ટ પાછલા વર્ષે કોરોનાવાયરસ રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી ત્યારબાદ દર્શકો વિના ફરી આ વર્ષે રમાશે. એટીપીએ જણાવ્યું હતું કે મેદવેદેવને મુખ્ય ડ્રોમાં બદલવામાં આવ્યો હતો અને ડબલ્સ સ્પર્ધામાંથી નામ પાછું ખેંચ્યું.