આણંદ : તાજેતરમાં રાજ્યની મહાપાલિકાઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતો અને પાલિકાઓના ચૂંટણી જંગમાં કોંગ્રેસનો સફાયો થતાં હવે લઘુમતી સમાજમાં પણ નારાજગી વ્યાપી છે. એક ચર્ચા મુજબ, આણંદના લઘુમતી સમાજ દ્વારા સામરખા નજીક ગુપ્ત બેઠક યોજી ગુજરાતમાં પ્રવેશેલાં નવાં પક્ષ સાથે જાેડાવાનો ર્નિણય લેવાયો હોવાનું કહેવાય છે. પંથકમાં નવાં રાજકીય સમીકરણ ફૂંકાતાં હોવાની હવા ચાલી રહી છે, એવી ચર્ચા છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, તાજેતરમાં રાજ્યની મહાપાલિકાઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતો તેમજ પાલિકાઓમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. આવી જ પરિસ્થિતિ આણંદ પંથકમાં પણ ઊભી થઈ છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જાેડાયેલાં લઘુમતી સમાજને પણ હું, બાવો અને મંગળદાસે ચૂંટણી દરમિયાન ટિકિટ ફાળવણી ન કરતાં તે સમયથી જ આક્રોશનું વાતાવરણ ઊભું થયું હતું. આણંદના લઘુમતી સમાજ દ્વારા તાજેતરમાં ચૂંટણીના પરિણામ બાદ સામરખા નજીક ગુપ્ત બેઠક યોજી નવાં આવેલાં પક્ષ સાથે જાેડાઈ જવાં બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ગુપ્ત બેઠક પછી પંથકમાં રાજકારણ ગરમાયું છે. આમ જ ચાલતું રહ્યું તો કોંગ્રેસ માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચઢાણ કપરાં બની જશે, એવી સ્થિતિ હાલ ઊભી થઈ રહી છે.