અલીગઢ-

યૂપી જિલ્લા પંચાયતની સત્તા બદલતાની સાથે જ નામ બદલવાની ક્વાયત પણ શરૂ થઇ ગઈ છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. તે સાથે જ મેનપુરીનું નામ પણ મયન ઋષિના નામ પર રાખવાનો પ્રસ્તાવ જિલ્લા પંચાયતમાં પાસ કરવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતની થયેલી બેઠકમાં અલીગઢનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જેને સર્વસમ્મતિથી પાસ કરી દેવામાં આવ્યો છે. સાથે જ મેનપુરી જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. અલીગઢમાં જિલ્લા પંચાયત બોર્ડની થયેલી મીટિંગમાં કેહરી સિંહ અને ઉમેશ યાદવે અલીગઢનું નામ બદલીને હરિગઢ રાખવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને બધા સભ્યો સાથે સર્વસમ્મતિથી પાસ કરી દીધો. જ્યારે મેનપુરીમાં પણ જિલ્લા પંચાયતના સભ્યોએ મયન ઋષિની તપોભૂમિ હોવાના કારણે મૈનપુરીનું નામ મયન નગર રાખવાનો પ્રસ્તાવ રાખ્યો. બેઠક દરમિયાન મેનપુરીનુ નામ બદલવાને લઈને જિલ્લા પંચાયતના કેટલાક સભ્યોએ વિરોધ પણ કર્યો. જાેકે, જિલ્લા પંચાયત સભ્યોની બહુમતી મળ્યા પછી અધ્યક્ષ અર્ચના ભદૌરિયાએ મેનપુરીનું નામ મયન નગર રાખવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો.