દિલ્હી-

હવે એકદમ સ્માર્ટ ટ્રેન જેવી સુવિધાઓ મળવા લાગશે. આ ટ્રેનમાં સ્માર્ટ કોચ હશે જેનાથી મુસાફરોને વધારે સેફ્ટી અને આરામદાયક મુસાફરી કરવાનો આનંદ મળી શકશે. ભારતમાં સ્માર્ટ કોચ વર્ષ ૨૦૧૮માં બનીને તૈયાર થયો હતો.

૧૨-૧૪ લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરીને સ્માર્ટકોચ રાયબરેલીની મોર્ડન કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં હાય ક્વોલિટીના સ્માર્ટ કોચની સુવિધા આપવામાં આવશે. મુંબઈ રાજધાની એક્સપ્રેસમાં એલએચબી કોચને હટાવીને તેજસ ક્લાસના હાય ક્વોલિટીના સ્માર્ટ કોચ લગાવવામાં આવ્યા છે, જે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. ઈન્ડિયન રેલવેનો દાવો છે કે સ્માર્ટ રેક સાથે જાેડાવાથી મુસાફરોની યાત્રા આરામદાયકની સાથે સુરક્ષિત પણ થશે.મુંબઈ સેન્ટ્રલથી નિઝામુદ્દીન જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સ્માર્ટ કોચ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક દરવાજા છે. સ્માર્ટ કોચના તમામ દરવાજા બંધ નહીં હોય તો ટ્રેન ચાલુ નહીં થાય. આ તમામ દરવાજાનો કંટ્રોલ ટ્રેનના લોકો પાઈલટ પાસે હશે. આ ટ્રેન તેજસ ટ્રેનની સ્માર્ટ ટેક્નોલોજી પર આધારિત છે, જેમાં તમામ કોચમાં પહેલીવાર ઊંઘી સકાય તેવી સીટો લગાવવામાં આવી છે. જેમાં ૩છઝ્ર, ૨છઝ્ર અને ફસ્ટ છઝ્રના સ્માર્ટ કોચનો સમાવેશ થાય છે. જેનાથી મુસાફરોની યાત્રા આરામદાયક બની રહેશે.સ્માર્ટ કોચમાં મુસાફરોનું કન્ફોર્મેશન અને કોચ કમ્યુટિંગ યુનિટ લગાવવામાં આવ્યું છે. તેજસ સ્માર્ટ કોચવાળી રાજધાની ટ્રેનમાં એરક્રાફ્ટની જેમ વાયો વેક્યુમ ટોઈલ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્વારા પાણીનો ઉપયોગ ઓછો થશે. રાજધાનીના તમામ ડબ્બામાં ફાયર અલાર્મ અને ડિટેક્શન સિસ્ટમની સુવિધા છે. જાે કોઈ કોચમાં ધૂમાડો દેખાય છે તો ફાયર અલાર્મમાં લાગેલા સેન્સર તેને ડિટેક્ટ કરી લેશે અને ઓટોમેટિક બ્રેક વાગી જશે. મુંબઈ રાજધાનીના આ સ્માર્ટ કોચમાં ડે-નાઈટ વિઝન, ફેસ રેકોગ્નાઈઝેશન અને વીડિયો રેકોર્ડિંગ સિસ્ટમ છે. પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ, મેડિકલ કે સુરક્ષા ઈમર્જન્સીની સ્થિતિમાં તાત્કાલિક ટોકબેકની સુવિધા આપવામાં આવી છે. એક એપ દ્વારા મુંબઈ રાજધાનીના મુસાફરો અટેન્ડેન્ટના સંપર્કમાં પણ રહી શકે છે.