દિલ્હી-

સમગ્ર દેશમાં કોરોનાના કેસની વધતી જતી સંખ્યાના બદલે હવે સરકારે 11મી એપ્રિલથી વર્કપ્લેસ પર વેક્સીન આપવાની કામગીરીની શરૂઆત કરાવી છે. સરકારના આગામી 11મી એપ્રિલથી સરકારી અને ખાનગી કચેરીઓમાં વેક્સીન મૂકવાની શરૂઆત કરાવશે. આ અંતર્ગત સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. રાજ્યમાં ગત 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણનો કાર્યક્રમ શરૂ થયો છે.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કો અને સાથે બીજો તબક્કો મળીને કુલ 6,04,184 વ્યક્તિઓનું રસીકરણ સમાપ્ત થઈ ગયું છે. સરકારી કોરોના બુલેટિન મુજબ અત્યારસુધીમાં કોરોના રસીના કારણે એક પણ વ્યક્તિને કોરોનાની આડઅસર જોવા મળેલી નથી. સરકાર દ્વારા આ વર્કપ્લેસની ઓળખ માટે જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ ડિસ્ટ્રિક્ટ ટાસ્કફોર્સની રચના કરશે. આ ઉપરાંત પાલિકાના કમિશનરની આગેવાનીમાં યુટીએફ એટલે કે અર્બન ટાસ્કફોર્સની રચના કરવામાં આવશે. નોડલ ઑફિસર વેક્સીનેશનની તમામ વ્યવસ્થા જોશે. આ ઉપરાંત તમામ લાભાર્થીઓનો ડેટા એકત્રિત કરાશે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા હેલ્થકેર વર્કર્સને રસીકરણ માટેના ફ્રેશન રજિસ્ટ્રેશન બંધ કરી દીધા છે. સરકાર વેક્સીનેશનનો વ્યાપ વધારવા માંગે છે અને વધતા જતા કેસની સ્થિતિમાં વેક્સીનનો દાયરો વધારવા માંગે છે.