અમદાવાદ-

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યની પોલીસે નિયમ પાલન માટે કમર કસી લીધી છે.ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કોહરામ જેવી પરિસ્થિતિ છે. ગુજરાતમાં હોસ્પિટલોમાં બેડ, ઑક્સીજન માટે રાજ્યની પ્રજા પીડાઈ રહી છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્યની પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોના વાયરસના જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તથા લગ્ન સમારંભોમાંથી પણ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.રાજ્યમાં લગ્ન સમારંભોમાં 50 લોકોને જ અનુમતિ આપવામાં આવી છે ત્યારે એક મહિનામાં લગ્નમાં જાહેરનામા ભંગના 341 ગુના નોંધાયા છે તથા લગ્નમાં કોરોના નિયમોના ભંગ માટે 471 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. DGPના આદેશ બાદ રાજ્યમાં 2500 થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી. આટલું જ માસ્ક નહિ પહેરવા બદલ અને જાહેરમાં થુંકવાના કેસમાં 10,961 લોકોને દંડ કરવામાં આવ્યો છે અને 1438 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.