અમદાવાદ-

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસને જોતા AMC દ્વારા ચાની કિટલી બાદ પાનના ગલ્લાઓ પણ બંધ કરવા માટે આદેશ અપાયો છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની 200થી વધારે ટીમ બનાવીને શહેરનાં સાત ઝોનનાં 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓ અને ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાના કારણે નિર્ણય લીધો છે.

આ અંગે AMC સોલિડ વેસ્ટ વિભાગનાં ડાયરેક્ટર હર્ષદ સોલંકીના અનુસાર, AMC દ્વારા ટુંક સમયમાં જ ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ માટે SOP બનાવવામાં આવી છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઇ પણ નિયમોનો ભંગ થતો જોવા મળશે તો તુરંત જ દુકાન સીલ કરવામાં આવશે. ચાની કિટલી બંધ કરાવવામાં આવશે.