મુંબઇ-

હાલ બિગ બોસ શો ઓટીટી પરથી પ્રસારિત થઇ રહ્યો છે. જેનું સંચાલન કરણ જાેહર કરે છે. આ શો છ એપિસોડ સુધી જ ચાલવાનો છે. આ પછી આ શોના બચેલા સ્પર્ધકોને બિગબોસ ૧૫માં એન્ટ્રી મળવાની છે. હવે આ શોને લગતા સમાચાર એ છે કે, પીઢ અભિનેત્રી રેખા આ શોનો હિસ્સો બનવાની છે. રિપોર્ટના અનુસાર, રેખા બિગ બોસ, ઓટીટીના નવા ફીચર ટ્રી ઓફ ફોર્ચ્યુનને પોતાનો અવાજ આપવાની છે. એટલે કે જે દિવસે બિગ બોસ૧૫ની શરૂઆત થશે, એ દિવસે રેખા બિગ બોસ ઓટીટીના સ્પર્ધકોની ઓળખાણસલમાન ખાન સાથે કરાવશે. રેખા શોના ટોપ સ્પર્ધકોના પ્લસ અને માઇનસ પોઇન્ટસ પણ હાઇલાઇટ કરીને તેમની ખુબીઓ જણાવશે.વાત તો એવી પણ છે કે, રેખાએ જુહુના એક સ્ટુડિયોમાં આનું ડબિંગ કરી પણલીધું છે.