મુંબઇ

પ્રાઇમરી માર્કેટથી ફંડ એકત્ર કરવા માટે આ વર્ષે ઘણી કંપનીઓએ IPO માટે અરજી કરી છે. આ લિસ્ટમાં હવે બેંગ્લોર સ્થિત ડિજિટલ લેન્ડર ફિનકેર સ્મૉલ ફાઇનેન્સનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. Fincare SFBએ 1330 કરોડ રૂપિયા ઉભા કરવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBIની પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જમા કરાવી છે.

સેબીને પાસે જમા કરાયા ડ્રાફ્ટ પેપર્સ મુજબ Fincare SFB આ IPO માટે 330 કરોડ રૂપિયાના નવા શેરો જારી કરશે અને કંપનીના પ્રમોટરો ઑફર ફૉર સેલ દ્વારા 1000 કરોડ રૂપિયાના ભાવના ઇક્વિટી શેર જારી કરશે. ફિનકેર એ સ્મૉલ ફાઇનાન્સ બેન્કની પ્રમોટર સંસ્થા ફિનકેર બિઝનેસ સર્વિસીસ લિમિટેડ છે. ફિનકેર બિઝનેશ સર્વિસીસ લિમિટેડની ફિનકેર સ્મૉલ ફાઇનાન્સ બેન્કમાં 78.57 ટકા હિસ્સો છે.

Fincare SFBએ આ IPO માટે icici Securities, એક્સિસ કેપિટલ, IIFL સિક્યુરિટીઝ અને SBI કેપિટલ માર્કેટ્સની તેના મુખ્ય મેનેજર તરીકે નિમણૂક કરી છે. Fincare SFB આ IPO દ્વારા એકત્ર કરેલા ફંડનો ઉપયોગ ભવિષ્યની જરૂરતો અને ટિયર 3 અને ટાયર 4 શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં તેના વિસ્તારના માટે કરશે.

ફિનકેર તે લોકોને બેંકિંગ દાયરામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જે લોકો સુધી હજી સુધી બેન્કિંગ સર્વિસેજ નથી પહોંચ્યા. Fincare SFBનું ધ્યાન ગ્રામીણ અને કસ્વાઇ વિસ્તારો પર છે. તમને જણાવી દઈએ કે ફિનકેર સ્મૉલ ફાઇનેન્સ બેન્કમાં મોતીલીલ ઓસ્વાલ પ્રાઈવેટ ઇક્વિટીએ માઇનોરિટી સ્ટૉક ખરીદ્યા છે.

કંપનીની ખાસ વાતો

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક એ બેંગાલુરુની એક માઇક્રો ફાઇનાન્સ ઇંસ્ટીટ્યૂશન (MFI) છે. પહેલાં તે નૉન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને RBI દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેન્ક (SFB)નો દરજ્જો આપવામાં આવ્યો. વર્ષ 2015 માં RBI ની પાસે 72 સંસ્થાઓએ SFB લાઇસન્સ મેળવવા માટે અરજી કરી હતી, જેમાંથી 10 ને સ્મૉલ ફાઇનાન્સ બેન્કનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ફિનકેર પણ તેમાંથી એક છે.

ફિનકેરની બેલેન્સશીટ

ડિસેમ્બર, 2020 માં ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્કનો CRAR લગભગ 30 ટકા હતો. ફાઇનાન્સ બેન્કની કુલ આવક 2019-2020 વચ્ચે 1,215.72 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલા તે 674.88 કરોડ રૂપિયા હતો. ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ચોખ્ખો નફો 22.43 કરોડ રૂપિયાથી વધીને ગયા વર્ષે 37.27 કરોડ રૂપિયા સુધી પહોંતી ગયું છે.