અમદાવાદ-

અમદાવાદ બાદ હવે રાજકોટની મધ્યસ્થ જેલમાં FM રેડિયો સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. આવતીકાલે એટલેકે 31 ડિસેમ્બરના રોજ રાજ્યની જેલના એડીશનલ ડી.જી. રાવના હસ્તે રાજકોટની મધ્યસ્થ જેલમાં એફ.એમ રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. મધ્યસ્થ જેલમાં રેડિયો સ્ટેશન શરૂ થયા બાદ કેદીઓમાં રહેલી આંતરિક સ્કીલ્સ બહાર આવશે અને તમામ કેદીઓ રેડિયો જોકી બનીને પોતાના રહેલી કળાને બહાર લાવવામાં આ માધ્યમ ઘણું જ ઉપયોગી સાબિત થશે.મધ્યસ્થ જેલમાં સાઉન્ડ પ્રુફ કેબીન સાથે પ્રિઝન રેડિયો સ્ટેશન શરૂ થશે. શહેરના અલગ-અલગ રેડિયો જોકી પાંચ કેદી અને ત્રણ જેલ કર્મીને તાલીમ આપશે. ત્યારબાદ જેલના તમામ કેદીઓને આર.જે.ની ટ્રેનિંગ આપવામાં આવશે. જોકે FM રેડિયો સ્ટેશન જેલ પૂરતું જ માર્યાદિત રહેશે આ રેડિયો સ્ટેશન દ્વારા કેદીઓ પોતાનો થાક અને તણાવને તેમજ તેમનામાં રહેલી આંતરિક સ્કીલ જેમકે મિમિક્રી અને હાસ્ય સહિતની સ્કિલ્સ બહાર લાવી શકશે. હાલ કેદીઓનું આ રેડિયો સ્ટેશન જેલ પૂરતું જ માર્યાદિત રહેશે. જોકે બહારના એફ્.એમ. પ્રોગ્રામ કેદીઓ સાંભળી શકશે.