દિલ્હી-

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 'જાગી' જવું જાેઈએ અને કોવિડ ૧૯ મહામારીથી પેદા થયેલા પડકારોને પહોંચી વળવા માટે પગલાં લેવા જાેઈએ. ડોક્ટરોના સંગઠન આઇએસએ એ પોતાના એક નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો કે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં ભર્યા નથી.

નિવેદનમાં કહેવાયું છે કે 'આઇએસએ માગણી કરે છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે ઊંઘમાંથી જાગવું જાેઈએ અને કોવિડ-૧૯ મહામારીના કારણે વધી રહેલા પડકારોને પહોંચી વળવા માટે પગલાં ભરવા જાેઈએ.'નિવેદન મુજબ 'કોવિડ-૧૯ મહામારીની બીજી ભયાનક લહેરના કારણે પેદા થયેલા સંકટમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઢીલાશ અને અયોગ્ય ર્નિણયોને લઈને આઇએસએ એકદમ સ્તબ્ધ છે.'

તેમાં કહેવાયું છે કે આઇએસએ છેલ્લા ૨૦ દિવસથી સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવા અને સાધન સામગ્રી તથા કર્મીઓને ફરીથી તૈયાર કરવા માટે પૂર્ણ અને સુનિયોજિત રાષ્ટ્રીય લોકડાઉન પર ભાર મૂકી રહ્યું છે. તેમણે કહ્યું છે કે અલગ અલગ લોકડાઉનથી કઈ વળશે નહીં. અલગ અલગ રાજ્યો પોત પોતાને સ્તરે લોકડાઉન લગાવી રહ્યા છે. તેનાથી કોઈ ફાયદો થવાનો નથી.આઇએસએ એ એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે તેમની વાત માનીને પૂર્ણ લોકડાઉન લગાવ્યું હોત તો આજે દૈનિક ૪ લાખ કેસ જાેવા ન મળ્યા હોત. આજે દરરોજ મધ્યમ સંક્રમિતથી ગંભીર સંક્રમિત થનારા કેસની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે. રાતે કફ્ર્યૂ લગાવવાથી કોઈ ફાયદો થયો નથી.ડોક્ટરોના સંગઠન આઇએસએ એ એવો પણ આરોપ લગાવ્યો છે કે કોરોના મહામારી સામે મુકાબલો કરવા માટે જે પણ ર્નિણયો લેવાઈ રહ્યા છે તેને વાસ્તવિક હાલાત સાથે કોઈ લેવાદેવા નથી. ઉપર બેઠેલા લોકો ગ્રાઉન્ડ હકીકતને સમજવા માટે તૈયાર નથી. આઇએસએ ના જણાવ્યાં મુજબ તેમના સભ્યો અને વિશેષજ્ઞોની સલાહને સરકારે બાજુમાં મૂકી દીધી. આઇએસએ એ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાને રોકવા માટે ઈનોવેટિવ ઉપાયો અજમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ૧ મેથી ૧૮ વર્ષની ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. પરંતુ દુઃખની વાત એ છે કે સ્વાસ્થ્ય મંત્રાલય આ સમગ્ર મુહિમનો યોગ્ય રોડમેપ બનાવી શક્યું નહીં. રસીના સ્ટોકની તૈયારી કરી શક્યું નહીં. તેના કારણે અનેક જગ્યાએ રસીકરણ ડ્રાઈવ શરૂ થઈ શકી નહીં.