વલસાડ-

વિશ્વ એનેસ્થેસિયા દિવસ અને રિસ્ટાર્ટ અ હાર્ટ ડે ની ઉજવણી થાય છે. ત્યારે આ દિવસને વલસાડ એનેસ્થેસિયા એસોસિએશને સાર્થક કરતું કાર્ય કર્યું છે. તેમના દ્વારા વલસાડ સાંઈ મંદિરે અને રેલવે સ્ટેશને બંધ હૃદય ને શરૂ કરવાનું એક વિશેષ મશીન મૂક્યું છે.વલસાડ હૃદય બંધ થવાની પરિસ્થિતિમાં એબ્યુલન્સ આવે ત્યાં સુધી હૃદય ધબકતું રાખવામાં મદદરૂપ થાય તેવું એઈએન મશીન ( ઓટોમેંટીક ઇલેકટ્રીક ડીફબીલેટર ) વલસાડમાં સાંઇ મંદિર અને રેલવે સ્ટેશન પર મુકવાનો વલસાડ એનેસ્થેસીયા એસોસીએશને નિર્ણય લઇ આજરોજ ત્યાં મૂકી દીધું છે . 

 વલસાડનો એનેસ્થેસિયા એસો.ના પ્રમુખ ડો.સંદિપ એચ . દેસાઈએ કહ્યું કે ધરાવનાર ઓક્ટોબરે ૧૬. એનેસ્થેસિયા દિવસ અને રીસ્ટાર્ટ અ હાર્ટ ડેના અવસરે ક્રિટીકલ સ્થિતિમાં દર્દી માટે ઉપયોગી એઇએન મશીન સાંઇ મંદિરે અને રેલવે સ્ટેશને એસોસીએશને સ્વખર્ચે આ મશીન મુકયું છે. મશીનના અંગે મંદિર અને સ્ટેશનના ટ્રિનિંગ પણ અપાઈ છે . સાંઇ મંદિરે આ મશીન મુકાતા ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય થશે .