તામિલનાડુ-

વિશ્વભરમાં ભારત અનેકવિધ શિખરો સર કરી રહ્યું છે ત્યારે રાજકિય રીતે પણ ભાજપ પક્ષ દેશને મજબુતી આપવા અનેકવિધપ્રકારની યોજનાઓને અમલી બનાવે છે. ત્યારે ભાજપ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં તામિલનાડુના સાલેમમાં માત્ર 10 રૂપિયામાં 4 ઈડલી અને સંભાર આપવામાં આવશે. આ અંગેની માહિતી તામિલનાડુના ભાજપ પક્ષના વરિષ્ઠ કાર્યકરે આપી હતી. તામિલનાડુના મુખ્યત્વે તમામ મુખ્ય સ્થળો પર મોદી ઈડલીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે જે ભાજપની અનોખી પહેલ તરીકે પણ પ્રસ્થાપિત થયું છે. 

પોસ્ટર અંગે જો માહિતી એકત્રિત કરવામાં આવે તો એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો તો બીજી તરફ 4 ઈડલીના ફોટા મુકતું પોસ્ટર અને બીજીબાજુ તામિલનાડુ સ્ટેટના ભાજપ ઉપાધ્યક્ષ મહેશનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. આ અંગે તામિલનાડુ ભાજપ ઉપાધ્યક્ષ મહેશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના સાલેમમાં થોડા દિવસોમાં જ અમલી બનાવવામાં આવશે જેમાં મોડન કિચન સાથે આધુનિક ચીજવસ્તુઓ અને સ્વાસ્થ્યવર્ધક ઈડલી લોકોને અપાશે. તામિલનાડુ ભાજપના સચિવ ભરત આર બાલાસુબ્રમણ્યમે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં કોઈ ૨૨ દુકાનો શરૂ કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય સ્થળો પર નવી દુકાનોને પણ શરૂ કરાશે. હાલના તબકકે પ્રતિ દિવસ ૪૦ હજાર ઈડલી બની શકે તે માટેનું મશીન પણ વિકસાવવામાં આવ્યું છે. લોકોના ઈડલી પ્રત્યેનો પ્રેમ અને માંગમાં વધારો થતાની સાથે જ અન્ય આઉટલેટો પણ ખુલ્લા કરવામાં આવશે પરંતુ હાલ જે યોજના અમલમાં આવી છે તેને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે ભાજપ પક્ષ અવનવી રીતે પોતાનો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો હોય.