વડોદરા, તા. ૨૨

સરકાર મોટી મોટી બાંગો પોકાળે છે કે ગામે ગામ વીજળી પહોચાડી છે. જાે કે કારેલીબાગ વિસ્તારમાં આવેલ એનઆરઆઇ પરીવાર આવ્યાને ૨૫ દિવસથી વધુનો સમય વિત્યો છતા પણ જીઇબીના અધિકારીઓની દાદાગીરીના પરિણામે પરિવાર મીણબત્તીનો ઓઠા હેઠળ જીવવા મજબુર બન્યો છે.

પહેલાના યુગમાં લોકો જયારે વિજળી ન હતી ત્યારે લોકો મીણબત્તી કે દિવા સળગાવીને પોતાનું જીવ ગુજારતા હતા.ઘણા લોકોતો મીણબતી કે દિવા સળગાવીને અભ્યાસ પણ કરતા અને પોતાનુ જીવન નિર્વાહ ચલાવતા હતા. તેજ સમયનો યુગની યાદ અપવાતો કિસ્સો આજ રોજ પ્રકાશમાં આવ્યો હતો. છેલ્લા ૨૫થી વધુ દિવસ વિત્યા છતા પણ જીઇબીના અધિકારીઓની બેદરકારી ભર્યા વહીવટને લીધે એક એનઆરઆઇ પરિવાર મીણબતી ના પ્રકાશ હેઠળ જીવન જીવવા મજબુર બન્યો છે. હા આપણે વાત કરીએ છીએ કારેલીબાગ વિસ્તારમાં આવેલ નટરાજ એન્કલેવમાં આવેલ એક ફલેટમાં એનઆરઆઇ પરિવારે પોતાની દાસ્તાન આજ રોજ મીડીયા સમક્ષ જણાવી હતી. સરકાર ગામે ગામ વીજળી પહોચાડી ગામડાઓને ઝળહળી રહ્યા છે પરંતુ દિવા તળે અંધારુ હોય તેવો જ બનાવ આ એનઆરઆઇ પરિવાર સાથે બન્યો છે. કારેલીબાગના એનઆરઆઇ પરિવારે જણાવ્યું હતુ કે અમે ગત ડિસેમ્બર માસમાં ઇન્ડીયા ખાતે આવ્યા હતા અને આ ફલેટ જે મારા પુત્રના નામે છે. મારા પુત્ર ૧૩ પહેલા હાર્ટએટેકના પરિણામે મૃત્યુ પામ્યો હતો. અમે અહીયા આવ્યા ત્યારે લાઇટનું મીટર હતું નહી. જેથી અમે જીઇબીમાં આ અંગેની રજુઆત કરી હતી. જાે કે વિજકંપની અમારા મૃતક પુત્ર અમિતભાઇના પુરાવા માંગવામા આવ્યા હતાં. જે પુરાવા આપ્યા બાદ બિલ પણ ભર્યું છતા અમને ૨૭ થી ૨૮ દિવસ સુધી જીઇબીમાં ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. પુરાવા આપ્યા બાદ પણ જીઇબીના જાણકાર અધિકારી દ્વારા મૃતકના વધુ પુરાવા માંગતા પરિવારજનોએ તે પુરાવા પણ જીઇબીના અધિકારીઓને આપ્યા છતા પણ વીજકંપનીઓના આડોડાઇને કારણે હાલ પરિવાર મીણબત્તીના પ્રકાશે જીવવા મજબુર બન્યો છે.