આણંદ  : આજરોજ ગોકુલધામ નાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ગોકુલધામના વૃદ્ધાશ્ર ના વૃદ્ધ દાદા - બા ઉપરાંત નાર તથા તારાપુરની આસપાસના વૃદ્ધોને વોકિંગ સ્ટિક (ટેકણલાકડી) વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વોકિંગ સ્ટિક આજરોજ ગોકુલધામ નાર ખાતે અમેરિકાના વર્જિનિયા બીચ સેવા મંડળના એનઆરઆઇ શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ તથા એમના મિત્રોના આર્થિક સહકારથી યોજવામાં આવ્યો હતો. ૨૭૦૦ વોકિંગસ્ટિક નું વિતરણ આજરોજ રોટરી ક્લબ તારાપુર તથા ગોકુલધામ ના સંત શ્રી સુખદેવ સ્વામી તથા શ્રી હરિ કેશવ સ્વામીના માધ્યમથી કરવામાં આવ્યું હતું. શિયાળાની શરૂઆત પહેલાં શૈલેષભાઇ કાંતિભાઈ પટેલના આર્થિક સહયોગથી ૧૧,૦૦૦ ગરમ જેકેટ તથા ગરમ ટોપીઓ વૃદ્ધ દાદા તથા બાને વહેંચવામાં આવશે. 

ગોકુલ ધામ નાર ખાતે યોજવામાં આ કાર્યક્રમમાં વડતાલથી નૌતમ સ્વામી, પુરાણી સ્વામી ખાસ પધાર્યાં હતા. સાથે સાથે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, નાર ગામના સરપંચ રાજેશભાઇ, તારાપુર અર્બન બેંકના ચેરમેન ઠાકોરભાઈ, તારાપુર પંચાયતના સભ્ય રાજેશભાઈ, ડે.સરપંચ અંબાલાલભાઇ, તારાપુર કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, રોટરી ક્લબના સભ્યો તથા મોટી સંખ્યામાં લાભાર્થી વૃદ્ધ દાદા - બા ઉપસ્થિત રહ્યાં હતાં.