અમદાવાદ, એન એસ યુ આઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આજે ફીમાં રાહત આપવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ૨૫ ટકા ફીમાં રાહત આપી છે ત્યારે શિક્ષણ મંત્રીએ સ્કૂલ સંચાલકોને ૫ ટકા વધારો કરવામાં આવ્યો છે જેને લઈને એન એસ યુ આઈ એ શિક્ષણ મંત્રીના ફોટાને નકલી નોટોનો હાર પહેરાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો. એસ એસ યુ આઈ ના નેતા ગૌરાંગ મકવાણા એ જણાવ્યું હતું કે એક તરફ કોરોના મહામારી મા સ્કૂલો ઓનલાઇન ચાલે છે બાળકો સ્કૂલમાં આવતા નથી ત્યારે સ્કૂલમાં ખર્ચો પણ વધુ છે ત્યારે સ્કૂલ ફીમાં રાહત આપવી જાેઈએ જેની જગ્યા પર સ્કૂલના સંચાલકોને ૫ ટકા ફી વધારો કરવાનો હક આપ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ