અમદાવાદ, કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે સૌથી વધુ કામ અત્યારે હોસ્પિટલના ડોકટરો અને નર્સિંગ સ્ટાફ કરી રહ્યો છે ત્યારે આજે સિવિલના ૧૨૦૦ બેડ ના આઉટસોર્સિંગ અને કાયમી કર્મચારી હડતાળ પર ઉતર્યા છે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની માંગ છે કે સમાન વેતન અને સમાન કામ. ગઈકાલે જે સરકાર ઘ્વારા સ્ટાઈપેન્ડ વધારવાની જાહેરાત કરવામાં આવી છે એને લઈને આ નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે ૧૨૦૦ બેડની હોસ્પિટલમા આઉટસોર્સિંગના ૨૫૦ કર્મચારીઓને આજે પણ માત્ર ૧૩૦૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે જયારે હવે નવા આઉટસોર્સિંગને સરકારની ૨૦ હજાર આપશે તેવી જાહેરાત પણ જુનાઓ ને માત્ર ૧૩૦૦૦ જ મળશે

જાેકે આઉટસોર્સિંગ સાથે સાથે કાયમી ભરતી વાળા સ્ટાફ પણ હડતાળ પાર છે આ હડતાળ પર ઉતરેલા નર્સિંગ સ્ટાફ કર્મચારી નિલએ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અત્યારે અમને ફક્ત ૧૩૫૦૦ જ વેતન આપવામાં આવે છે જ્યારે નવા લોકીને ૨૦ હજાર મળશે એ લોકોના જેટલું જ કામ અમે પણ કરી રહયા છીએ ૬૦ દર્દીઓ વચ્ચે ૧ નર્સ છે ખૂબ ક કપરી પરિસ્થિતિમા અમે અત્યારે ફરજ બજાવીએ છીએ તો પણ સમાન વેતન આપવામાં આવ્યું નથી. અમારી માંગ છે કે જયાં સુધી અમને સમાન વેતન આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાળ પર અડગ રહીશું.ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમા ૨૫૦ સ્ટાફ પોઝિટિવ છતાં રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અનેક પરેશાનીઓ છે અહીં ક્યારેક ૮ કલાકથી વધારે ડ્યુટી થઈ જાય છે તો પણ નર્સિંગ સ્ટાફ અત્યારે કામ કરી રહ્યો છે આવી કપરી પરિસ્થિતિમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના ઝપેટમાં આવી ગયો છે તો પણ મેડિકલ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ પોતાના કામ પર અડગ છે સરકાર પણ હવે નવી ભરતી કરી રહી છે કારણકે દર્દીઓ વધારે અને મેન પાવર ઓછો છે.