અમદાવાદ-

રાજ્યમાં ફરી એક વખત સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ એ હડતાળનું શસ્ત્ર ઉગામવાની તૈયારી કરી છે. અને 14 જૂનથી સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ શરૂ કરવા જઈ રહ્યો છે.ગત 25 તારીખે સરકારે બેઠક કરી હતી.પણ હજુ સુધી એક પણ માંગણીને લઈને લેખિતમાં નિર્ણય ન થતા આખરે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનો નર્સિંગ સ્ટાફ 14મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે.

ગાંધીનગર ખાતે યુનાઈટેડ નર્સિંગ ફોરમની બેઠક યોજાઈ હતી.જેમા સરકાર સામે ફરી એકવાર આંદોલન શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારે ઉચ્ચતર પગાર ભથ્થા સ્ટાઈપેન્ડ સહિતના મુદ્દે કોઈ નિર્ણય ન લેતા નર્સિંગ સ્ટાફમાં નારાજગી છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સ સ્ટાફ જોડાશે હડતાળમાં અને 18 હજારથી વધુ નર્સ તેમજ નરસિંગના વિદ્યાર્થીઓ જોડાશે,ઉચ્ચતર ભથ્થા, સ્ટાઈપેન્ડ સહિતના મુદ્દાને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે