વડોદરા, તા. ૨૪

શહેરના ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડીંગમાં સીટી હેરીટેજ મ્યુઝિયમ બનાવવાના પ્રોજેકટ અંતર્ગત આજ રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રિ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ન્યાંયમંદિર બિલ્ડીંગને વડોદરા મહાનગર પાલીકાને હસ્તાંતરિત કરાશે. ઘણા સમયથી બંધ હાલતમાં રહેલી ન્યાયમંદિર બિલ્ડીંગની સાફ સફાઇ આજે સવારથી જ વડોદરા મહાનગર પાલીકા દ્વારા શરુ કરવામાં આવી હતી. ન્યાયમંદિર બિલ્ડીંગમા બંધ હાલતમા થઇ તે પહેલા જ તે બિલ્ડીંગમાં કોર્ટ કેસ ચાલતા હતા જેને પરિણામે અંદરની બાજુમાં ખુબ જ કચરો વગેરે થયો હોવાના કારણે સફાઇનુ કાર્ય અઠવાડિયા સુધી ચાલશે તેમ જાણવા મળ્યુ હતુ. ન્યાયમંદિરનુ આવતી કાલે ૨૫મી તારીખે વડોદરા મહાનગર પાલિકા હસ્તાંતરિત થયા બાદ આ ઇમારતને સીટી મ્યુઝીયમ તરીકે વિકસાવવામાં આવશે તથા શહેરીજનોને ઉપયોગમાં કેવી રીતે લેવાય તેનુ પ્લાનિંગ કરવામાં આવશે. જાેકે વડોદરા મહાનગર પાલીકા દ્વારા વર્ષ ૨૦૧૪માં સીટી મ્યુઝીયમ બનાવવા માટેના પ્રોજેકટ વિચારવામાં આવ્યો હતો, જે વાતને આજે આઠ વર્ષ થઇ ગયા છતા હજુ સુધી તેમાં કોઇ પ્રગતિ થઇ શકી નથી. જાેકે શહેરીનો માટે તો નવાઇની વાત એ છે કે આઠ વર્ષમાં અગાઉ બે વખત હસ્તાંતરિત કરવામાં આવ્યુ હતુ અને આવતી કાલે ત્રીજી વખત વડોદરા મહાનગર પાલિકાને ફરીથી હસ્તાંતરિત થવાનુ છે જેના કારણે આ મુદ્દો હાલ વડોદરા શહેરમાં હાલ ચર્ચાય રહ્યુ છે. ૨૦૧૭માં ન્યાયમંદિર બિલ્ડીંગ હસ્તાંતરિત થયુ હતુ એ માટેનો કાર્યક્રમ તે સમયના ગૃહરાજયમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. જયારે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ન્યાયમંદિર બિલ્ડીંગ પાલીકાને અર્પણ કરવામાં આવી છે તેવા બેનરો લાગ્યા હતા અને હવે આવતી કાલે ગુજરાત રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થીતીમાં ત્રીજી વખત આ બિલ્ડીંગનુ વડોદરા મહાનગર પાલીકાને હસ્તાંતરણ પછી તેને સીટી મ્યુઝીયમ બનાવવા માટે કેટલો સમય લાગશે તે પણ શહેરમાં ચર્ચાય રહ્યુ છે. જાેકે કાર્ટનુ નવુ બિલ્ડીંગમાં સ્થાળાંતર થતા તે ખંડેર થઇ જતા અંદર ઝાડી ઝાખરા અને કચરો થતા તેને સાફ સફાઇ કરવાની રજૂઆતો પણ ઘણી વખત કરવામાં આવી હતી. પરંતુ પાલીકા દ્વારા તે સમયે કોઇ ચોક્ક પગલા લેવામાં આવ્યા નહી. જેના કારણે ફરી ચાલુ વર્ષના પ્રારંભે ન્યાયમંદિર, લહેરીપુરા દરવાજા જેવી ઐતિહાસિક વિરાસતોની જાળવણી માટે ધરણા કરવામાં આવ્યા હતા. પાલીકા હવે ખરેખર ન્યાયમદિરને બરોડા સિટી મ્યઝીયમ બનાવી પ્રવાસનુ આકર્ષક કેન્દ્ર જલ્દી બનાવે તેવી લાગણી શહેરીજનોએ વ્યકત કરી રહ્યા છે.