દિલ્હી-

કેન્દ્ર સરકારે મેડિકલ એડમિશનમાં ઓબીસી અને EWS ક્વોટાને મંજૂરી આપી દીધી છે. હવે સ્નાતક MBBS, BDS, અનુસ્નાતક અને ડિપ્લોમા સ્તરના અભ્યાસક્રમોમાં આવતા વિદ્યાર્થીઓ આરક્ષણનો લાભ મેળવી શકશે. દર વર્ષે આ નિર્ણયથી કુલ 5,500 વિદ્યાર્થીઓ લાભ થશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેણે આજ શૈક્ષણિક કેલેન્ડરથી ઓલ ઇન્ડિયા લેવલે મેડિકલ પ્રવેશમાં ઓબીસી માટે 27% અને આર્થિક રીતે પછાત વર્ગ માટે 10% અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

જાણકારી પ્રમાણે આશરે 5550 વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે. કેન્દ્ર સરકારે પછાત વર્ગો અને EWS ને અનામતનો ફાયદો આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેને લાગૂ કરવા માટે પીએમ મોદીએ થોડા સમય પહેલા રિવ્યૂ મીટિંગ પણ કરી હતી. મહત્વનું છે કે nda ના અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના સાંસદોના એક પ્રતિનિધિમંડળે બુધવારે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષણ કોટામાં ઓબીસી અને આર્થિક રીતે પછાલ વર્ગના ઉમેદવારો માટે અનામત લાગૂ કરવાની માંગ કરી હતી.