ગાંધીનગર-

લાંચિયા પીએસઆઈને બચાવવા હવે એક ઉચ્ચ અધિકારી મેદાનમાં આવી ગયા છે. લાંચિયા સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજાને બચાવવા એક ઉચ્ચ અધિકારીના ગાંધીનગરના આંટાફેરા શરૂ થઇ ગયા છે. લાંચિયા પીએસઆઈને બચાવવા હવે એક ઉચ્ચ અધિકારી મેદાનમાં આવી ગયા છે. લાંચિયા સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજાને બચાવવા એક ઉચ્ચ અધિકારીના ગાંધીનગરના આંટાફેરા શરૂ થઇ ગયા છે.

કેટલાક ઉચ્ચ અધિકારીઓ લાંચકાંડને લઇ ગુસ્સે હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોલ ડિટેઇલની તપાસ થાય તો અનેક નામ ખુલી શકે છે. ઉચ્ચ અધિકારી સાથે સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજાના સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે શ્વેતા જાડેજા બેખોફ હતા. શ્વેતા જાડેજાને કારણે અધિકારીના અનેક ઓપરેશન ડિસ્ટર્બ પણ થયા છે.

અગાઉ મહિલા પીએસઆઈ-ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ પણ મળી હતી. જાે કે ઉચ્ચ અધિકારીની વગના કારણે કોઇ પગલા નહોતો લેવાયા. જાે કે લાંચ મામલામાં ઉચ્ચ અધિકારીએ ન બચાવતા પીએસઆઈ ગુસ્સે હતા. અને ઉચ્ચ અધિકારી સામે પણ ફરિયાદ માટે તૈયાર થઇ ગયા હતા.