વડોદરા,તા.૨૯  

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે ૩૧ ઓકટોબરના રોજ પ્રતિ વર્ષ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગર પાલિકાની તમામ કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યા હતા. પાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠ, ડેપ્યુટી કમિશ્નર-જનરલ વહીવટ સુધીર પટેલ, સેક્રેટરી ચિંતન દેસાઈ, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી અને પદાધિકારીઓ દ્વારા સભાખંડમાં, મ્યુ.કમિશનર સ્વરૂપ પી, ડેપ્યુટી કમિશ્નર સુધીર પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ફ્રરન્સ હોલમાં તથા ખંડેરાવ માર્કેટ વિભાગની તમામ કચેરીઓ ઉપરાંત તમામ ઝોન અને વોર્ડ ઓફીસો તથા તમામ અર્બન હેલ્થ સેન્ટરો, પાણીની ટાંકીઓ, પાર્કસ એન્ડ ગાર્ડન વગેરે તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે શપથ લેવામાં આવ્યાં હતા.