વડોદરા, તા.૩

સરકારી કચેરીઓમાં મરામતના અભાવે વિવિધ પ્રકારની અનેક હાલાકીઓ ઉભી થતી હોય છે. ત્યારે મરામતના અભાવે નર્મદા ભવનના પાંણીની પાઇપ ફાટી જતા બીજા માળ સહિત ઓફિસોમાં પાંણી ભરાઇ ગયા હતા. વડોદરાના નર્મદા ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સાથે સાથે સરકારના વહીવટી તંત્રના અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ કચેરીઓ આવેલ છે. સેવા આપે છે. નર્મદા ભવનમાં આવેલા પાણીની પાઈપમાં ભંગાળ સર્જાયુ હતુ. અચાનક પાણીની લાઈનમાં ભંગાણ થતા ઓફિસોમાં પાણી ભરાઇ જતા સરકારી રાબેતા મુજબના કાર્યો ખોરવાયા હતા. સફાઈ કર્મચારીઓ પાણીને ઓફિસમાંથી કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા. કેટલીક ઓફિસમાં સરકારી રેર્કડની ફાઇલો પલળી ગઇ હતી. જાે કે તાત્કાલિક ફાઇલો હટાવી લેવામાં આવી હતી. સ્પેશિયલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટેટ એન્ડ સેકેન્ડ સબ ડિવિઝનલ મેજીસ્ટેટની કચેરી પાસે મામલતદાર કચેરી આવેલી છે. આ તમામ કચેરીઓમાં હાલ પાણી ભરાઇ ગયા હતા. સરકારી ઓફિસ પરિસરમાં પાંણી ભરાઇ જતા અરજદારો ને પણ હાલાકી નો સામનોકરવો પડયો હતો. જાે કચેરીનાં કર્મચારીઓએ પાંણીની પાઇપ કંયાથી ફાટી નિકળી છે અને તેને મરામત કરાવવાની કાર્યવાહીમાં લાગી ગયા હતા.