રાજકોટ, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે મહત્વની જાહેરાત કરી છે. જેમાં આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ધોરણ ૧ થી ૫ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે,જાહેરાત થોડી વહેલી કરવી જાેઈતી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,લાંબા સમયથી શાળા સંચાલકો અને વાલીઓની માંગ હતી કે, ધોરણ ૧ થી ૫ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે જેની આવતીકાલથી મંજૂરી માટે આજે જાહેરાત થતા શિક્ષણમંત્રીના આ ર્નિણયને આવકારી સરકારનો આભાર માની રહ્યા છીએ પરંતુ આ જાહેરાત કરતા પહેલા થોડો સમય આપ્યો હોત તો સંચાલકો યોગ્ય રીતે વ્યવસ્થા કરી શક્યા હોત અને વાલીઓના સંમતિપત્ર મેળવીને સારી રીતે શાળા શરૂ કરી શક્યા હોત. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ એક સપ્તાહ સુધી શાળામાં ધોરણ ૧ થી ૫ માં ૨૫ થી ૩૦ % બાળકોની હાજરી જાેવા મળશે જે બાદ એક સપ્તાહ પછી ૭૦ થી ૮૦% હાજરી જાેવા મળશે તેવી આશા છે. ઉપરાંત બાળકો સંક્રમિત ન થાય તે માટે તમામ કાળજીઓ અમે લઈશું સાથે જ આ બાળકોના મોટા ભાગના તમામ શિક્ષકો પણ વેક્સીનેટેડ હોવાનું સામે આવ્યું છે.