મુંબઇ 

સુપરહિટ સાઉથની ફિલ્મ 'મહાનતી' ના નિર્દેશક નાગ અશ્વિનના આગામી પ્રોજેક્ટ પર વાતચીત શરૂ થઈ ત્યારથી તે ચર્ચામાં છે. આ ફિલ્મમાં નાગ અશ્વિને બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણને પ્રભાસ સાથે કાસ્ટ કરી છે, જે પેન ઈન્ડિયા સ્ટાર બની ચૂકી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા સિવાય સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

પ્રભાસ-દીપિકા અને અમિતાભ બચ્ચનની આ બહુભાષીય ફિલ્મ ૨૦૨૨માં દેશભરમાં રિલીઝ થશે. મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચને આ ફિલ્મ માટે ૨૧કરોડની ફી માંગી છે. જો કે, આ બાબતે મેકર્સે અથવા બિગ બી દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પણ એવી ચર્ચાઓ આવી હતી કે દીપિકા પાદુકોણે પણ આ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે મોટી રકમ માંગી હતી. જોકે,  

ડાયરેક્ટરે કહ્યું કે આ એક મોટી આશ્ચર્યજનક વાત છે, ફિલ્મનું નિર્દેશન કરનારા નાગ અશ્વિને કહ્યું કે 'દીપિકા પાદુકોણને આ ભૂમિકા ભજવતી જોવા માટે હું ઉત્સાહિત છું. આ પહેલા કોઈ મેન્સ્ટ્રીમ લીડે આ કર્યું નથી. આ એક મોટી આશ્ચર્યજનક વાત હશે. દીપિકા પાદુકોણ અને પ્રભાસની જોડી આ ફિલ્મની જાણ બની રહેશે અને આ ફિલ્મની સ્ટોરી આગામી કેટલાક વર્ષો સુધી દર્શકોના દિલમાં તાજી રહેશે. 

આ ફિલ્મ સાયન્સ-ફિક્શન પર આધારિત હશે. એવી સંભાવના છે કે આ ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં બનેલી રોમાંચક ફિલ્મોમાંની એક હશે. પ્રખ્યાત નિર્માતા સી અશ્વિની દત્ત દ્વારા સ્થાપિત વૈજયંતિ મૂવીઝ તેલુગુભાષી પ્રદેશોમાં પ્રખ્યાત નામ છે. આ પ્રોડક્શન હાઉસ હંમેશાં વિશાળ કેનવાસ પર ફિલ્મો બનાવવા માટે જાણીતું છે. 

પ્રભાસ અને દીપિકાને સાથે મળીને સ્ક્રીન શેર કરતા જોવું એ પ્રેક્ષકો માટે ટ્રીટથી ઓછું નહીં હોય, કારણ કે પ્રભાસે અનેક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે દીપિકા પાદુકોણ સાથે કામ કરવા માંગે છે.