અમદાવાદ

અમદાવાદ માં કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને ચારેતરફ મોત નું તાંડવ મચ્યુ છે ત્યારે અમદાવાદ ના જમાલપુર સપ્તઋષિ સ્મશાનગૃહમાં રવિવારે 11 વાગે એક વૃદ્ધાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લવાયો ત્યારે આજુબાજુ બેઠેલાં લોકોને મૃતદેહના હાથ-પગ હલતા હોવાનો ભાસ થતાં નાસભાગ મચી હતી.

બાદ માં મૃતકના પરિવારે ત્રણેક કલાક સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા વગર તપાસ માટે રાખી મુક્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે 60 વર્ષની વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતા મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રવિવારે તેમનું મોત નિપજતાં અંતિમ સંસ્કાર માટે જમાલપુર સપ્તઋષિ સ્મશાનગૃહમાં લવાયા હતા.મૃતદેહને શબવાહિનીમાંથી બહાર કાઢતી વેળા આજુબાજુમાં બેઠેલા લોકોને મૃતકના હાથ-પગ હલ્યાનો ભાસ થતાં, થોડો સમય નાસભાગ બાદ લોકો ટોળે વળ્યા હતાં. વહેમને સંતોષવો જરૂરી હોઈ, મૃતકના પરિવારે ત્રણ કલાક સુધી રાહ જોઈ હતી અને મૃતદેહને પેકિંગમાંથી ખોલી તપાસ કરી હતી. જોકે વાતમાં કોઈ તથ્ય જણાયું નહોતું. એલજીના ડૉક્ટરોનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે,દર્દીના મૃત્યુ પછી ટેસ્ટ કર્યા છે તેથી તે જીવતા ન હોય તેમ જણાવી દેતા ભારે રકઝક વચ્ચે સ્મશાનના કર્મચારીઓએ બે સાક્ષીઓની સહી લઈ તેમની હાજરીમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો.