વિશાખાપટ્ટનમ-

ટેન્કર પોત એમટી ન્યૂ ડાયમંડ કુવેતથી 2,70,000 મીટ્રિક ટન કાચા તેલને લઇને ભારત આવી રહ્યું હતું. આ શ્રીલંકાના રસ્તે આવી રહ્યો હતો, પરંતુ શ્રીલંકાના તટથી 35 નૉટિકલ મીલની દૂરી પર ગુરૂવારે તેના એન્જિન કક્ષમાં આગ લાગી છે. જહાજમાં આગ લાગવાની સૂચના તરત જ ભારતીય તટ રક્ષકને આપવામાં આવી છે અને ફરીથી આગ પર કાબુ લેવાના પ્રયાસ શરૂ કર્યા છે.

ભારતીય તટરક્ષક બળે શનિવારે સવારે ટ્વીટ કરતા જણાવ્યું કે, સીજી શિપ અમેયાથી આગને બુઝાવવાના પ્રયાસ શરૂ છે. સીજી શિપ અમેયા ઘટનાસ્થળે પહોંચ્યું છે. તેલ રિસાવની સ્થિતિ સામે લડવા માટે સીજી ડોર્નિયર વિમાન તૈનાત કર્યા છે.ભારતીય તટ રક્ષક બળે શુક્રવારે કહ્યું હતું કે, ભારત આવી રહેલા કાચા તેલથી ભરેલા ટેન્કરમાં શ્રીલંકાના પૂર્વી તટ નજીક ગુરૂવારે આગ લાગ્યા બાદ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને તે આગ બુઝાવવા અને તેલના ફેલાવાને રોકવાના ઉપાય માટે પોતાના વિભિન્ન સંસાધાનોને લગાવ્યા છે.

શ્રીલંકાના સમુદ્ર તટની પાસે તેલ ટેન્કર પોત એમટી ન્યૂ ડાયમંડમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ શરૂ છે. ઇંધણ તેલ લઇને ભારત આવી રહેલા જહાજમાં ગુરૂવારે અચાનક આગ લાગી હતી. આ ઘટના બાદ ભારતીય તટ રક્ષક તેમજ અન્ય જહાજોની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ છે.