અંકલેશ્વર, અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા સર સમાનની ચોરીની ઘટના બનતી હોય છે ત્યારે જ્યાં ત્યાં પાલિકા સર સમાન પડી રહે છે. તાજેતર અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી પાસે નવા પેવર બ્લોક નાખવામાં આવતા જુના પેવર બ્લોક એક સ્થળે ઢગલો કરી એકત્ર કરવામાં આવ્યા હતા.જે પેવર બ્લોક ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ટેમ્પો આવ્યો હતો. જેને બ્લોક ભરી રહ્યો હતો. જેને જાગૃત નાગરિક દ્વારા રોકી પુછાતા તેઓ આ બ્લોક મંદિર માટે લઇ જઈ રહ્યા છે. આ અંગે પાલિકા ઈજનેરને તેઓ દ્વારા જાણ કરાઇ છે.

જે અંગે પાલિકા બાંધકામ વિભાગમાં તપાસ કરતા હાલમાં જ પાલિકા નિમણુંક પામેલા ઈજનેરે આ બાબતે તેવો કાંઈપણ જાણ નથી અને તેઓ આ બાબતે ધાક પીછોડો કરતા હોય તેમ કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જે વચ્ચે જાગૃત નાગરિક દ્વારા ટેમ્પા ચાલકને રોકતા અંતે ટેમ્પો ચાલક બ્લોક ઉતારી ચાલતી પકડી હતી. ત્યારે આ બ્લોક કોના ઇસારે મોકલવામાં આવતા હતા તે ચર્ચાનો વિષય બન્યો હતો