કરન જોહર પર પેરલલ ઈન્ડસ્ટ્રી ચલાવવાના આક્ષેપોની વચ્ચે સલમાન ખાન પર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. સલમાનને લઈ કહેવામાં આવ્યું છે કે આમાં અરિજીત સિંહ, વિવેક ઓબેરોય જેવા નામ મુખ્ય છે.અભિનવ કશ્યપે કર્યો હતો. અભિનવે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં અભિનવે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સલમાન ખાન તથા તેના પરિવાર તરફથી ધાક-ધમકી આપવામાં આવી હતી અને તેને કારણે તેમને મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મ મળી નહોતી. આ આક્ષેપો પર ખાન પરિવારે કોઈ પ્રતિક્રિયા ના આપવાનું નક્કી કર્યું છે.ઈનસાઈડરને તો સરળતાથી આના પર સલીમ ખાને જવાબ આપ્યો હતો કે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ સિવાય કંઈ જ નથી. ઈનસાઈડર ને આઉટસાઈડર જેવું કંઈ જ ચાલતું નથી. અહીંયા કોઈનો દીકરો ના પણ ચાલે છે અને ના તો કોઈનો ગોડફાધર. ટેલેન્ટ હોવી જરૂરી છે. જે વાત થઈ રહી છે કે આઉટસાઈડરે સંઘર્ષ કર્યો તેવો જ સંઘર્ષ રાજ સાહેબે કર્યો હતો અને દિલીપ સાહેબે પણ કર્યો હતો. સાચું કહું તો હું આ બધા વિશે બોલવા જ ઈચ્છતો નથી, કારણ કે આ લોકો આ જ ઈચ્છે છે કે તેમની ગમે તેવી વાતોનો અમે જવાબ આપીએ અને પછી કારણ વગરની દલીલો શરૂ થાય.