ગાંધીનગર-

કોરોનાની મહામારીમાં નવરાત્રીના આયોજનને લઈને હજુ અશમંજશ જોવા મળી રહ્યું છે. જોકે નવરાત્રીએ ગુજરાત માટે સૌથી મોટો તહેવાર છે. જેમાં નવ દિવસ અનેક લોકોની રોજી રોટી પણ જોડાયેલી હોય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે કલાકારો અને આ ઉદ્યોગ સાથે જોડાએલા લોકોની રોજી રોટીનો પ્રશ્ન છે પણ સામે પક્ષે કોરના સંક્રમણ વધવાનો પણ ભય છે. હાલ મહામારીના સમયમાં ગરબાનું આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના નિવેદનમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.