દિલ્હી-

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, શનિવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત કરીને, 74 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા.

રાષ્ટ્રપતિને, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે, નેવલ ચીફ એડમિરલ કરમબીર સિંહ અને ભારતીય વાયુસેનાના ચીફ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ યુદ્ધ મેમોરિયલ ખાતે આવકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે, તેમના સત્તાવાર ટ્વિટર પર યુદ્ધ સ્મારકની તસવીરો શેર કરતાં કહ્યું કે, સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર તરીકે, મેં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ભારત હંમેશા તેમનો આભારી રહેશે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ગત વર્ષે ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.