વડોદરા : કરજણ વિધાનસભા બેઠકની પેટાચુટણી માટે આજે યોજાયેલા મતદાનની પુર્વરાત્રિએ નારેશ્વર-કુરાલીરોડ પર કોંગી કાર્યકરે રોપા ગામે પહોંચાડવા માટે આપેલા રોકડા ૫૭,૭૦૦ સાથે બે યુવકોને પોલીસે ઝડપી પાડી તેેઓની પાસેથી ૧૦.૬૬ લાખથી વધુની મત્તા જપ્ત કરી હતી અને નાણાં પહોંચાડવા માટે આપનાર કોંગી કાર્યકરને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

કરજણ વિધાનસભા બેઠકની આજે યાજેયાલી પેટા ચુંટણીને અનુલક્ષીને કરજણ પોલીસ ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન રાત્રે બાર વાગે નારેશ્વર-કુરાલરોડ પર રોપા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી કિયા સેલ્ટોસ કારનો પીછો કરીને તેને રોપા ગામ પાસે ઝડપી પાડી હતી. પ્રાથમિક તપાસમાં કારચાલક સોહીલ મંહમદ ચૈાહાણ-મુસ્લીમ (તરસાલીગામ, કુંભારવાળું ફળિયુ, વડોદરા) બિલ્ડર અને તેની બાજુમાં બેઠેલા વિઘ્નેશ દિલીપ પટેલ (વેમાર ભાગોળમાં, કેળવાવાલુ ફળિયું, કરજણ) વેપારી હોવાનું અને કાર સોહીલ ચૈાહાણની હોવાની વિગતો મળી હતી. બંનેની અંગજડતીમાં વિઘ્નેશના કિસ્સામાંથી ૫૦૦,૧૦૦ અને ૧૦ની કુલ ૫૭,૭૦૦ રૂપિયાની ચલણી નોટો મળી હતી. આ રોકડ અંગે વિઘ્નેશે સંતોષકારક જવાબ નહી આપતા બંનેની અટકાયત કરાઈ હતી જેમાં વિઘ્નેશે જણાવ્યું હતું કે આ રૂપિયા અમને સીમળી ગામમાં રહેતા મારા મિત્ર અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર મીત પટેલે આપેલા છે અને રોપા ગામે પહોંચીને ફોન કરી તે કોને આપવાનો છે તેની જાણ કરશે તેવું જણાવ્યું હતું.

આ રૂપિયા ચુંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે ઉપયોગ થનાર હોવાની પાકી શંકા હોઈ કરજણ પોલીસે સોહીલ, વિઘ્નેશ તેમજ કોંગી કાર્યકર મીત પટેલ સામે ગુનો નોંધી સોહીલ અને વિઘ્નેશની અટકાયત કરી તેઓની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને કાર સહિત ૧૦,૬૬,૭૦૦ની મત્તા કબજે કરી કોંગી કાર્યકર મીત પટેલની શોધખોળ હાથ ધરી છે.