દિલ્હી-

પાડોશી દેશ પાકિસ્તાન દરરોજ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરે છે. આજે સવારે જ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના માનકોટ સેક્ટરમા નિયંત્રણ રેખા પાસે ફાયરિંગ કરીને સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ છે. 

આ દરમ્યાન પાકિસ્તાનની સેના તરફથી નાના હથિયારો સાથે ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ અને મોર્ટાર દાગવામાં આવ્યા. જાે કે ભારતીય સેના આ ફાયરિંગનો જવાબ આપી રહી છે. ફાયરીંગથી ગ્રામીણ વિસ્તારોમા રહેતા લોકોમા ભય વ્યાપી ગયો. ખેતરમા કામ કરનાર લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા.

રવિવારે સાંજે પાકિસ્તાનની સેનાએ બાલાકોટ સેક્ટરમા આવેલી સેનાની ચોકીઓની સાથે જ રહેણાક વિસ્તારોને પોતાનો ટાર્ગેટ બનાવીને મોર્ટાર ચલાવવાની શરૂઆત કરી હતી. સેનાની તરફથી પણ એવી રીતે વળતો હુમલો કરવામા આવ્યો હતો. સતત રાત સુધી બંન્ને તરફથી ગોળીબારીનો સિલસિલો ચાલુ રહ્યો હતો.