અમદાવાદ-

અમદાવાદમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો. આજે અમદાવાદનાં મોટાભાગના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જોકે સૌથી વધૂ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. અમદાવાદનાં હાટકેસ્વર, ઇસનપુર ઘોડાસર, નિકોલ, ઓઢવ જેવા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. તો કેટલીક જગ્યાઓ પર ગટરમાંથી પાણી પણ બહાર આવી રહ્યા હોવાની ઘટના સામે આવી હતી. હાટકેસવર વિસ્તારમાં મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા.

રાજ્યમાં વિધિવત રીતે ચોમાસનો પ્રારંભ થઈ ગયો છે. છેલા 5 દિવસ થી અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અમદાવાદમા આજે પડેલો વરસાદ દોઢ ઈચ જેટલો વરસાદ ખબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા , અરવલ્લી જેવા જિલ્લા અને તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આવતીકાલથી વરસાદનું જોર ઓછું થાય તેવી પણ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે . જોકે સતત 5 દિવસ થી ધીમી ધારે વરસાદ પડતાં તાપમાન પણ નીચું ગયું છે. હજી પણ કચ્છ અને સૌરાસ્ટ્ર માં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.