થ્રિસ્સૂર,તા.૫

કેરળમાં એક ગર્ભવતી હાથણીના દર્દનાક હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કેસમાં પોલીસ દ્વારા એક વ્યÂક્તની ધરપકડ કરી લેવામાં આવી છે. કેરળ વન વિભાગે Âટ્‌વટ કરીને જણાવ્યું કે, ‘કેરળ વન વિભાગે હાથણીની હત્યાના કેસમાં એક વ્યÂક્તની ધરપકડ કરી છે.’ આ ઘટનાને સમગ્ર દેશવાસીઓએ વખોડી કાઢી હતી. કેરળ વન વિભાગના સૂત્રોએ ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે ૧૫ વર્ષીય હાથણીને કેટલાક લોકોએ ફટાકડા ભરેલું અનાનસ ખવડાવ્યું હતું જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. હાથણીના મોતની ઘટનાના મામલે ત્રણ સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ અન્ય બે સંદિગ્ધોની શોધખોળ થઈ રહી છે. પોલીસ અને વન વિભાગ સંયુક્ત રીતે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.જિલ્લા પોલીસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ ગુરૂવારના રોજ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઓએ કÌšં હતું કે અમે દોષિતોને સજા આપવા માટે શક્્ય તમામ પ્રયત્નો કરીશું.