દિલ્હી-

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના સબ ઈન્સ્પેક્ટર રાકેશ ડોવલને માથામાં ગોળી વાગી હતી અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. દુશ્મનના ભારે ફાયરિંગની વચ્ચે, સબ ઈન્સ્પેક્ટર રાકેશ તેની ફરજ બજાવી રહ્યો હતો અને ફરજ બજાવતી વખતે શહીદ થઈ ગયો.રાકેશ ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના ગંગાનગર ઋષિકેશનો વતની છે. ફાયરિંગ હજી ચાલુ છે અને ભારતીય ટીમ પણ યોગ્ય જવાબ આપી રહી છે.