છોટાઉદેપુર

બોડેલી તાલુકાના કોસીંદ્રા ગામે સવારે ૯ વાગ્યાની આસપાસ હાઇવે ચોકડી પર કુતુહલ ઉભું કરે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બોડેલીથી રેતી ભરીને પુરઝડપે દોડતી મોટી ટ્રકના ટ્રકચાલકે ચોકડી પરથી ગામ તરફ જતા ટ્રેક્ટરને અડફેટે લઇ દૂર સુધી ઢસડી લઇ જતા રસ્તામાં આવતી એક્ટિવા,સ્પ્લેન્ડર અને બે કેબિનનો ખુડદો બોલાવી અકસ્માત સર્જયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં કોઈને જાનહાની થઇ ન હતી પરંતુ ટ્રેક્ટરચાલકે સમયસૂચકતા વાપરી ચાલુ ટ્રેક્ટરે કૂદી પડતા હાથ,પગના ભાગે નાની મોટી ઈજાઓ થવા પામી હતી ટ્રેક્ટર,એક્ટિવા,સ્પ્લેન્ડર સહીત બે કેબિનોને ભારે નુકશાન થવા પામ્યું હતું બે કેબીનમાંના એક કેબિનમાં કોસીંદ્રા ગામે પાનનો ગલ્લો ચલાવતા રાણા જયેશભાઈને શરીર પર નાની મોટી ઈજાઓ થઇ કેબીન સહીત એક્ટિવ,ગલ્લામાંના સામાનને ભારે નુકશાન થયું હતું જયારે બાજુમાં બીજા કેબીનના મુન્નાભાઈ કિરમાલાનું કેબીન સહીત માલસામાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો ટ્રેક્ટરનો સામાન લેવા કોસીંદ્રા ગામે બડાળીયાથી આવેલ લાલુભાઇ રાઠવાની સ્પ્લેન્ડરનો કચ્ચરઘાણ વળતા તેમને પણ ભારે નુકશાન થયું હતું ચિખોદરા ગામના ટ્રેક્ટરમાલિક તનયભાઈ પટેલના ટ્રેક્ટરને ભારે નુકશાન થવા પામ્યું હતું જો ટ્રકચાલકની અડફેટે સૌ પ્રથમ ટ્રેક્ટર ન આવ્યું હોત તો ટ્રકચાલક ઘ્વારા મોટી દુર્ઘટના ઘટી હોત એવું અકસ્માતને નજરે જોનારા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આમ કોસીંદ્રા હાઇવે પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કોઈને જાનહાની ન થતા માલહાની વધુ થવાનું જાણવા મળ્યું છે અકસ્માતની જાણ પોલીસને કરાતા બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને ચલામલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના જમાદાર સહીત પોલીસ ઘટનાસ્થળે હાજર થઇ આગળની કાર્યવાહી હાથધરી હતી આમ બોડેલીના કોસીંદ્રા હાઇવે પર ટ્રકચાલકે ટ્રેક્ટર,એક્ટિવા,સ્પ્લેન્ડર સહીત બે કેબીનને અડફેટે લેતા જાનહાની ન થતા માલહાણી થતા ભારે નુકશાન થવા પામ્યું છે ગફલત રીતે હંકારનારાઓ સામે ટ્રાફિક પોલીસ કેવી કામગીરી કરી રહી છે? તેની સામે નાગાજનો ઘ્વારા અનેક સવાલો ચર્ચાય રહયા છે.