મુંબઇ-

પાલઘરના તારાપુર એમઆઇડીસીમાં આવેલી કપડા બનાવતી ફેક્ટરી જાખરીયા લિમિટેડ કંપનીમાં બોઇલર ફાટતાં એક મજૂરનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. મોટા વિસ્ફોટ બાદ આગ પર કાબૂ મેળવવા માટે ત્રણ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે, જેથી મૃત્યુઆંક વધી શકે છે.


પ્લોટ જે -1 માં આવેલી આ કંપનીમાં આગ સવારે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને લગભગ અઢી કલાકના પ્રયાસ બાદ તેને કાબૂમાં લાવવામાં આવી છે. હાલમાં ઠંડકનું કામ ચાલી રહ્યું છે. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ લગભગ 4 થી 5 કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે. ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું.

વહેલી સવારના કારણે ફેક્ટરીમાં વધારે લોકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં ફેક્ટરીમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યા છે. ઘાયલ મજૂરો બોઇસરની સ્ટાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.