ડભોઇ

 ડભોઇ તાલુકા ના સાઠોદ નજીક આવેલ સુખધામ વૃધ્ધાશ્રમ ની તવેરા ગાડી રાત્રી ના ડભોઇ તરફ ચાલક લઈ ને નિકળ્યો હતો જે અરસામાં પૂરઝડપે ગાડી હોય સ્ટેરિંગ ઉપર થી કાબૂ જતાં ડભોઇ અને સાઠોદ વચ્ચે રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ગાડી અથડાઇ હતી જેમાં એક ઈસમ નું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ડભોઇ તાલુકાના સાઠોદ નજીક આવેલ સુખધામ વૃધ્ધઆશ્રમની તવેરા ગાડી નંબર જી.જે.૦૬ એચ.એસ.૩૧૪૫ ના ચાલક ડભોઇ તરફ રાત્રીના ગાડી લઈ નિકળ્યા હતા. એકા એક ચાલક નું સ્ટેરિંગ ઉપરથી કાબૂ ના રહેતા ગાડી રોડ ની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં સાઠોદ ગામના અલ્પેશ રમેશભાઇ વસવા નું સ્થળ પરજ મોત નુપજયું હતું જ્યારે અન્ય ત્રણ લોકો ને નાની મોટી ઇજાઓ થતાં નજીક ના હોસ્પિટલ ખસેડાયા હતા ડભોઇ પોલીસે સ્થળ પર જઇ અકસ્માત ગુન્હો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.