અમદાવાદ-

રાજયમાં યોગમય વાતાવરણ ઉભું કરવા મોટી સંખ્યામાં યોગ શિક્ષકો તૈયાર કરવા રાજયભરના વિવિધ સ્થળોએ નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે આવી જ એક યોગ શિબિર સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે કરવામાં આવી હતી.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની યોગ પ્રત્યેની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા 'ગુજરાત રાજય યોગ બોર્ડ'ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વધુને વધુ યોગ ટ્રેનરો જોડાઈને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજયના આબાલવૃદ્ધોને યોગ સાધનાની પ્રેરણા આપી રહ્યા છે.

મુખ્યમંત્રીએ મહા શિવરાત્રીના પવિત્ર દિવસે યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આપ બધાએ એક જૂથ બનીને યોગ દ્વારા રાષ્ટ્રને તંદુરસ્તી સાથે સલામતીનો સંદેશ આપ્યા છે.આ તકે રાજય કક્ષાના રમતગમત મંત્રી ઈશ્ર્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરી વધુને વધુ લોકોને યોગ વિષે જાગૃત કરવાનો સંકલ્પ છે.