સુરત-

સુરતમાં માથાભારે સૂર્યા મરાઠેની હત્યાની સાથે સાથે માથાભારે હાર્દિક પટેલની હત્યા થતા એક અંશે એવું લાગ્યું હતું કે વેડ અને કતારગામ વિસ્તારમાં હવે શાંતિ જાેવા મળશે, પરંતુ મરનાર માથાભારે હાર્દીક પટેલની પત્નીના માનસિક ત્રાસથી ખેડૂતે આપઘાત કરી લેતા લાગે છે કે ખાલી જગ્યા પુરવા માટે હવે લેડી ડોન મેદાનમાં આવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, માથાભારે સૂર્યા મરાઠે જેની હત્યા આ વર્ષે કરવામાં આવી હતી. મિત્ર અને સાથે ગેંગના સભ્યોએ ભેગા મળીને માથા ભારે સૂર્યા મરાઠેની હત્યા કરી નાખી હતી અને આ હત્યા દરમિયાન ઝપાઝપી થઈ હોવાથી સૂર્યા મરાઠેના હાથે હાર્દીક પટેલ પણ ઇજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મોતને ભેટી ગયો હતો.

સુરત પોલીસ માટે એક જ બનાવમાં બે માથાભારેની હત્યા થતા એવું લાગ્યું હતું કે, આ વિસ્તારમાં હવે અસામાજિક તત્વોનો આતંક સમાપ્ત થયો છે, પરંતુ ખેડૂત કિરીટ પટેલની આપઘાતના તપાસનો રેલો હવે લેડી ડોન બનવાના પ્રયાસ કરતી નૈનાબેન પટેલ સુધી પહોંચી ગયો છે. સુરતમાં મોટી વેદ વિસ્તારમાં આવેલી જમીનનો બિલ્ડર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી રૂપિયા આપવામાં થઇ રહેલી બદમાશી અને બીજી તરફ વ્યાજ ખોરના ચુંગાલમાં ફસાઈને આપઘાત કરી લેનાર જહાંગીરપુરાના ખેડૂતના આપઘાતની ઘટનામાં ગત શનિવારે રાત્રે બિલ્ડર અને સૂર્યા મરાઠીની હત્યા વખતે પોતે પણ રહેંસાઈ ગયેલાં હાર્દિક પટેલની પત્ની નયના વિરુદ્ધ જહાગીરપુરા પોલીસે અંતે આપઘાતની દુષ્પેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો.