દેવગઢબારિયા, દેવગઢબારિયા પોલીસે ગત રાતે તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી જરૂરી વોચ દરમિયાન ૧૦,૮૩,૦૦૦ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ તથા બીયરના જંગી જથ્થા સાથેની ટાટા કંપનીની ટ્રક પકડી પાડી રૂપિયા ૬ લાખની કિંમતની ટ્રક તેમજ રૂપિયા ૨,૫૦૦ની કિંમતના બે મોબાઇલ મળી રૂપિયા ૧૬,૮૬,૩૪૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના કલીનર ની અટક કર્યાનું તથા ટ્રકનો ચાલક પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. વડોદરાનો બુટલેગર દેવાંગ ઉર્ફે બંટી સુંદરલાલ જયસ્વાલ ટાટા કંપનીની સફેદ કલરની એમ.પી.૦૯.જીએફ.૩૧૦૧ નંબરની ટ્રકમાં મધ્યપ્રદેશના ઇન્દોરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ભરાવડાવી હાલોલ વડોદરા તરફ લઈ જનાર છે તેવી બાતમી મળી હતી. પોલીસે તલાશી લઈ ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કવાટરિયા તથા બીયરના ટીન મળી રૂપિયા ૧૦,૮૩,૮૪૦ નો દારૂ જપ્ત કર્યો હતો.