મહુધા : મહુધાના ચકલી વિસ્તારમાં ૨૦૦ કિલો ગૌ માંસ જાહેરમાં પાસ પરમીટ વિના વેચતાં એક આરોપીને મહુધા પોલીસે બાતમીના આધારે છાપો મારી મુદ્દામાલ સહિત અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. મહુધાના ચકલી વિસ્તારના (મુક્તિફોજ) કસાઇવાડમાં વગર પાસ પરમીટે કેટલાંક ઇસમો ગૌમાંસનંુ વેચાણ કરતાં હોવાની મહુધા પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગત રોજ મહુધા પીઆઇ વી.કે.ખાંટ તથા પીએસઆઈ એસ.એમ.પઠાણ અને અપોકો શબ્બીરખાન આલેફખાન પઠાણ સહિત સ્ટાફના માણસોએ ચકલી વિસ્તારમાં અચાનક છાપો માર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હબીબમિંયા મહમંદહુસૈન કુરેશીના ઘરના પાછળના વાડામાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ગૌમાંસનુું ખરીદ વેચાણ કરતો ઇમ્તિયાઝ હબીબમિંયા કુરેશીને ૨૦૦ કિલો ગૌમાંસ સહિત રૂ.૨૦ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. અન્ય એક સફીભાઇ હાસમભાઇ કુરેશી ફરાર થવામાં સફળ રહ્યો હતો. મહુધા પોલીસે મહુધા વેટનરી ડોક્ટરની હાજરીમાં પંચનામું કરી ગૌમાંસના જથ્થામાંથી નમૂનો એફએસએલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.