નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોમાં રોજેરોજ થઈ રહેલાં વધારાંને જાેતાં હવે ગામડાંઓ પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય માટે સચેત થઈ ગયાં છે. ચરોતરના અમુક ગામોએ સ્વયંભૂ લોકડાઉન કર્યાં બાદ હવે ગળતેસ્વરનાં નાનકડાં ગામ અંઘાડીએ પણ આજે એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન કરી નાખ્યું છે.  

સૂત્રોના જણાવ્યાં અનુસાર, ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામે કોરોના સામેની લડાઈ સામે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. ગ્રામજનોને મહત્વના કામ વિના બહાર ન નીકળવા અને વેપારીઓને કોવિડ-૧૯ નિયમોના ચુસ્ત પાલનની સૂચના આપવામાં આવી છે. તેમજ માસ્ક વગર બહાર ન નીકળવા ગામલોકોને પણ અનુરોધ કરાયો છે. ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામમાં એકલ દોકલ કેસે ડોકિયું કરતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ગામના આગેવાનો, વેપારીઓએ જાગરૂકતા દાખવી પંચાયત સરપંચ સાથે મીટિંગ ગોઠવી કોરોના સંક્રમણ આગળ ન વધે તે માટે મહત્વના ર્નિણયો લીધા છે. આ નિયમો મુજબ ગામમાં બપોરે ૨ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવશે. હાલ બપોર બાદ અંઘાડી ગામમાં આ ર્નિણયનું સ્વૈચ્છિક પાલન કરવામાં આવી રહ્યું છે. આશરે ૧૮ હજારથી વધુ નાગરિકોની વસ્તી ધરાવતું મોટું ગામ છે. ગામમાં નાની મોટી આશરે ૧૦૦થી વધુ દુકાનો આવેલી છે. અંઘાડી પંચાયતમાં ૧૨ પરાં વિસ્તારને લઈ અવરજવર ભરચક રહેતી હોય છે. વળી હમણાં જ મોટાં તહેવારો ગયાં હોવાથી કોરોના ગાઈડલાઈન સમગ્ર જિલ્લામાં વિસરાઈ હોય તેવો માહોલ બન્યો હતો.

જાેકે, તહેવારના દિવસો બાદ ગામમાં ખાસ કંઈ કેસ સામે આવ્યાં નથી છતાં આ ગામ સતર્ક થઈ ગયું છેએક અવાજે નિર્ણય લઈ કોરોના સંક્રમણને રોકવા સરપંચ સાથે મળી સ્વૈચ્છિક લોકડાઉન જેવો મહત્વનો ર્નિણય કર્યો છે. અંઘાડી ગામમાં પ્રવેશીએ તો આ જાગરૂકતા અને ગામ લોકોની એકસૂત્રતા નજરે ચઢે છે. ગામમાં બિન જરૂરી કોઈ બહાર નીકળતું નથી. લારી-ગલ્લાં અને દુકાનો સંપૂર્ણ બંધ છે. આ ઉપરાંત ગામમાં સાફ-સફાઇનુ પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ગામાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ગામમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતાં ગામના વેપારીઓ ભેગાં થઇને સરપંચ સાથે મીટિંગ કરી હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સવારથી બપોરના ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, જેથી આર્થિક નુકસાન ન થાય અને લોકોને પૂરતી વસ્તુ મળી રહે. સંક્રમણ ફેલાય નહીં એ માટે વેપારીઓ દ્વારા દુકાનમાં સેનિટાઇઝ કરવામાં આવે છે.