મતદાન દરમિયાન વિરમગામમાં અચાનક બંને પક્ષો સામસામે આવી જતા મામલો બીચકયો હતો. વિરમગામમાં અપક્ષ અને ભાજપના ઉમેદવારો છે ત્યારે બંને પક્ષ વચ્ચે ખોટા મતદાન ને લાઇ ને માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ વાતચિતથી મારામારી સુધી આવી જતા સામસામે પથ્થર મારો પણ કર્યો હતો.જાેકે પોલીસ એ દરમિયાનગિરી કરતા આ બંને જૂથો મતદાન મથકથી દૂર થઇ ગયા હતા. લોકોનું કહેવું છે કે આ લોકો લાખા ભરવાડ ના હતા અને તેમને ખોટા મતદાન માટે થઈ ને બબાલ શરૂ કરી હતી. આ બબાલ માં એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જાેકે આ મામલે હાલ વિરમગામ પોલીસ વધુ એલર્ટ થઈ ગઈ છે. અને પોલીસ તપાસ શરૂ કરી છે