વડોદરા,તા.૧૩

બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીની બપોર પાળી દ્વારા બરોડા હાઇસ્કૂલની તમામ શાખાના ઉચ્ચ પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે ૧લી ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમ્યાન ‘ ઇલ્યુમીનાટી’ શીર્ષક હેઠળ વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્ય જે.પી. જાેશીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોની ટીમ દ્વારા ડીજીટલ ડ્રોઇંગ, ક્વીઝીપીડિયા, એક્ષટેમ્પોર, વચ્ર્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ, ડી.આઇ. વાય જેવી સ્પર્ધાઓ યોજાઇ. જેમાં લગભગ ૧૫૦ વિદ્યાર્થીઓએ ઘરે બેઠા ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ નિર્ણાયકોની ભૂમિકા ભજવી હતી. તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ કોવિડથી બચવાની તમામ સાવચેતી રાખવામાં આવી હતી. બરોડા હાઇસ્કૂલ ઓએનજીસી ખાતે વિજેતાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બી.એચ.એસ.ના આચાર્યો અને બરોડા લાયન્સ ક્લબના ટ્રસ્ટી મયુર સ્વાદિયા અને અંજલિ દવેએ હાજરી આપી હતી. આવા શૈક્ષણિક કાર્યક્રમો બહોળા પ્રમાણમાં થાય તો વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલે તેવી આશા સાથે વિજેતાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.